શું લખું તારા માટે ને શું કહું તારા માટે તું મારા માટે ઘણી ખાસ છે,
મારી કલમ પણ કયારેક મને પુછી લે છે, એવી તો એનામાં શું વાત છે....
તારી યાદો, તારી વાતો ને તારી આદતો વિશે લખ્યું છે મારી કલમે તો,
બધાં મને એમ પૂછે છે કે મારી કવિતા ના શબ્દોમાં શું વાત છે...
શું લખું પ્રેમનો અહેસાસ કે વિરહની વેદના કે મુલાકાતની મીઠી યાદો,
મારી કલમ તો તારા વિશે લખવા માટે હંમેશા તત્પર હોય છે...
મારી કલમ, મારો એકાંત ને મારી કોફી એ જ હંમેશાં સાથ આપ્યો છે,
મારી કલમે તો મારા બધા સમયમાં એક મિત્રની જેમ સાથ આપ્યો છે...
કૃષ્ણની કંઈક મરજી હશે તો જ હું મારી કલમ વડે આટલું લખી શક્યો,
મારી કલમ તો કૃષ્ણના આશીર્વાદથી અણમોલ ભેટ સાબિત થઈ છે,
શું લખું મારી કલમ વિશે મારા સુખ દુઃખમાં સાથી બનીને સાથે રહી,
મારી કલમે તો મને જીવન જીવવાનો એક નવો સહારો આપ્યો છે...
-Bhargav Jagad