આમ તો ,
જન્મથી માંડીને લાકડાના ઢગ પર ટાઢોગાર થઈ ગોઠવાઈ જાઉં,
ત્યાં સુધી ઘણાં કામ છે મારે,
પણ કોઈ કામમાં નવરાશ પણ છૂપાયેલી હોઇ શકે મારી પાસે,
જો માણતા આવડે તો,💙
💙સમયનું નક્કી જ છે જવાનું,
પણ ગયેલા સમયના મીઠા સ્મરણો છે મારી પાસે,
જો માણતા આવડે તો,💙
ઉંમર પણ સમય આવ્યે વીતી જ જવાની,
પણ જેતે ઉંમરના અનુભવોના ઓટલે આરામ છે મારી પાસે,
જો માણતા આવડે તો,💙
💙પાપા પગલી થી માંડીને લાકડીના ટેકા સુધી પહોંચવાનું જ છે,
પણ એના વચગાળાની કંડારેલી કેડીની સુવાસ છે મારી પાસે,
જો માણતા આવડે તો,💙
💙ફરિયાદોના પોટલાં તો મારી સાથે જ લાકડાંમાં રાખ થશે,
પણ જીવેલી ઢગલાબંધ આનંદની પળોનો પવન છે મારી પાસે,
જો માણતા આવડે તો,💙
💙નક્કી નથી મારા અંતનું છતાંય,
આમ જોવા જાઉં તો, પૂરેપૂરી મહેફિલ છું હું પોતે,
હૈયે સંતોષના ઓવારણાં લઈને આવ મારી પાસે,
જો તને માણતા આવડે તો.💙
-@nugami.