કંકોત્રી મારી લાડકડી ના હરખ નો નહિ પાર,
આવી જાજો લગ્નમાં થઈ ટીપ ટોપ તૈયાર,
પ્રથમ સમરિયે ગણપતિ,
ને કુળદેવી નો સાથ,
સુરાપુરાના આશીર્વાદ છે અપરંપાર
માંડવા રોપાસે આંગણિયે, ફુલો નો નહિ હોય પાર,
લાડકડીના લગ્નનો હરખ છે અપાર,
હલ્દી કુમકુમના શણગાર સાથે આવશે માંડવામાં કાલ,
લાડકડી ના લગ્નનો હરખ છે અપાર,
વાગશે ઢોલ શરણાઈ ને, મામા પણ છે તૈયાર,
લાડકડી ના લગ્નનો હરખ છે અપાર,
નાનકડી મારી નનંદડી ,મારા હૈયાનો છે હાર,
એ બોલે વેણ એક તો હું જીલી લવ ચાર..
મારી લાડકડી આ નનંદડી મારા આશીર્વાદ છે હજાર....
યોગી