અષાઢના આંસુડે ભીંજાય ધરતી ને
લીલી ચાદર ઓઢી ભુમી મલકાઇ,
નાના બીજમાંથી અંકુર હાથ જોડીને
આભાર વ્યક્ત કરવા કેવી હરખાઈ .
સુકા અરણ્યમાં ઠુંઠા પડેલ વૃક્ષો પર
નવા પર્ણો સાથે લતા ગલે લપેટાઈ.
હર્ષમાં આવી ને પશુ પંખીઓમા
ખુશીની લહાણીમાં આવી હરીફાઈ.
હોંસે હોંસે મહાસાગરને મળવા ને
નદીયું ને કિનારે કિનારે થઈ લડાઈ.
કહે નર આવું સ્નેહનું નજરાણું જોવાને
જોને આ તલસતી આખું સુકાઈ .
નારાણજી જાડેજા
નર
ગઢશીશા
હાલ મુન્દ્રા