અષાઢીબીજની આજ આપી વધામણી
નગરમાં થઈ છે રથયાત્રાની પધરામણી
ભાઈ બહેન સંગ રથમાં બિરાજી
ભવ્યાતિભવ્ય નીકળી સવારી
જાંબુ મગ કેરી પ્રસાદની થાય ઊછામણી
કેસરી સાફાની થાય પહેરામણી
હરખની હેલી હૈયેથી છલકાય
ભગવાન પણ આનંદથી મલકાય
યાત્રા આનંદથી પરિપૂર્ણ થાયને
ભક્તોના મનોરથ પૂરાં થાય...
-કામિની