Gujarati Quote in Motivational by Mahendra Sharma

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત ઇતર પ્રવૃત્તિઓની...

હું 9માં ધોરણમાં હતો, એન સી સી એટલે નેશનલ કેડેટ કોર્પ્સમાં હું કમાન્ડર તરીકે પસંદગી પામ્યો.

સ્કૂલ તરફથી અમારી પલટન બીજી સંલગ્ન સ્કૂલોમાં પરેડ માટે મોકલાતી. અમુક સ્વાગત સતકાર કાર્યક્રમ હોય તો અમારી પલટનને પરેડ અને બેન્ડ લઈને જવું અને મુખ્ય મહેમાનોનું બેન્ડ અને પરેડથી સ્વાગત કરવું.

હવે બને એવું કે કોક બીજી સ્કૂલે જઈએ એટલે ચાલુ સ્કૂલે જઈને પાછા સ્કૂલે આવીએ. થોડાક પીરીયડ મિસ થઈ જાય એટલે મિત્રોને પૂછીને લેસન કરી લઈએ.

એક દિવસ એવાજ એક કાર્યક્રમ માટે હું પલટન સાથે બીજી સ્કૂલે ગયો. સવારે 9 વાગે ગયો અને 12 વાગે આવ્યો. પછી આવીને છેલ્લા બે પીરીયડ સ્કૂલે ભરવાના હતા, પણ પ્લ્ટનનો ભણવાનો મૂડ બેઠો નહીં. એમને તો મેદાને રમવું હતું. એટલે હું પણ પલટન સાથે સ્કૂલના મેદાને રમવા જતો રહ્યો.

એ દિવસ છેલ્લા બે અંગ્રેજીના પીરીયડ હતા જે અમે મિસ કર્યા, એટલે અંગ્રેજીના સાહેબે મને મેદાન પર જોઈ લીધા. એમને વિશ્વાસ બેસી ગયો કે હું કમાંડર છું એટલે આ મેદાન ની રમત મારું જ કાવતરું છે.

બીજા દિવસે અંગ્રેજીના પિરિયડમાં સાહેબ સામે હું આંખ મિલાવી શકું નહીં, છેવટે સાહેબે જ આગળ આવીને કહ્યું, ' કેમ મારા પિરિયડમાં રમવા જતાં રહ્યાં ' , મેં પણ ઈમાનદારી બતાવી સાચું કહી દીધું કે 'સાહેબ અમે બીજી સ્કૂલે પરેડ કરીને આવ્યા હતાં, થાક્યા હતાં એટલે ભણવાનો મૂડ થયો નહીં, તો અમે રમવા જતાં રહ્યાં '

આવા જવાબની અપેક્ષા સાહેબે રાખી નહોતી, તેઓ ગુસ્સે ભરાયા, આ બધું ફરી ન બને એટલે મને એક જોરદાર લાફો ચોડી દીધો બોલો. અને ગુસ્સે થઈને બોલ્યા ' આવું મારા પીરીયડ માં કોઈ દિવસ કરવું નહીં '.

પછી શું? ઇતર પ્રવૃત્તિઓ કરતી વખતે એક બીક રહેતી કે આજે કોઈ સાહેબ લાફો નહીં ચોડે ને?

Gujarati Motivational by Mahendra Sharma : 111814894
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now