મારા માટે કોઈ સમાચાર સમાચાર નથી.
દુનિયા આખીમાં ક્હો ક્યાં ભષ્ટાચાર નથી.
આ જગતના લોકો છે કે ઘેટાનું ટોળું છે,
માનવી માનવી વચ્ચે હવે શિષ્ટાચાર નથી.
જખ્મોના નિશાન નથી બસ એટલું જ છે,
સુખ પર દુઃખનો કહો ક્યાં અત્યાચાર નથી,
સંબંધોની લીલા બસ ત્યાં પૂરી થાય અનિલ,
સ્મશાન માં કોઈજ કોઈના રિશ્તેદાર નથી.
અનિલ ભટ્ટ