Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહીં મસ્કતમાં ખજૂરની સીઝન ચાલી રહી છે. રસ્તે કે કોઈના ઘરમાં ઊગેલ ખજુરીઓ પર પાક્કા ખજૂરો લુમખે ને લૂમખે લટકે છે. નીચે પડે તો તેમને લેવા આવતી બસ માટે ઉભેલા બાંગ્લાદેશીઓ સિવાય કોઈ નીચે પડેલા ખજૂર ખાતું નથી. ઘરો કે ફાર્મમાં ખજુરો ની આસપાસ જાળી બાંધી રખાય છે જેથી નીચે ન વેરાઈ જાય. લાલ, કેસરી કે કાળા ખજૂર સાવ નાના ઠળિયા કે ઠળિયા વગરનાં નીચે પડે છે.
પેલું ગીત અમને યોગ માં કપાલભાતિ કે ભસ્ત્રિકા વખતે રેકોર્ડ મૂકતા ' બડા હુઆ તો ક્યા હુઆ જેસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર ' ખોટું. ખજૂરનાં ફળો પથરો મારો કે ઘરમાં ઝાડુની લાકડી મારો તો પડે એટલા નીચાં હોય છે અને મોટો ફેલાવો હોય તો 50 ડિગ્રીમાં એના પાન નીચે ઊભી પણ શકાય. પક્ષીઓ તો ફળને ટોચીને ખાય જ છે.

Gujarati Blog by SUNIL ANJARIA : 111813625
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now