અધુરી રાતની અધુરી રહી વાત ની,
ચાલને વ્હાલા કરીએ શરૂવાત એક પુરી મુલાકાતની,
હવે નાં છુટે કોઈ વાત એ રાતની,
અધુરે સપને મળીને કરીએ,
ઉજવણી મીઠી રાતની,
વૈશાખની તરસી ધરા,
આપે અષાઢી આમંત્રણ,
વીનવે તુજને મેઘા,
તું વરસને મનભાવન,
ના રહે હવે કોઈ બાકી મુલાકાત આજની,
તરસે છે સાજન તારી સજની એ રાતની.
B+ve
-Krishna