માઈક્રોફિક્શન :
જાણીતા શહેર માં અચાનક જ ઢોરપકડ પાર્ટી એ વીજળીક ઝડપે ઢોર પકડવાની કામગીરી કરી, લોકો આટલી ઝડપ જોઇ નવાઈ પામી ગયા, એતો બીજે દિવસે પેપર વાંચ્યું ત્યારે ખબર પડી કે,
' શહેર ના મધ્યે એક રખડતા ઢોરે ,એક આધેડ મોર્નિંગ વોક કરી રહયો હતો ત્યારે એને ઉછાળી ને ફેંકી દીધો અને એ અત્યારે મલ્ટીપલ ફ્રેકચર હોવાથી હોસ્પિટલ મા એડમિટ છે , અને આ સમાચાર ની હાઈલાઈટ એ છે કે
એ આધેડ પોતે ઢોરપકડ પાર્ટી માં જોબ કરતો હતો...'
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995