પા..પા..પગલી
દીકરી મારી પા..પા..પગલી ભરતી ,મારા હૈયાની રોનક વધતી..દીકરી મારી લાડકવાયી રે .
પગલાં ભરતી ધીમે ,ધીમે દીકરી મારી, પા..પા...કરતી હૈયે વળગતી ..દીકરી મારી લાડકવાયી રે..
મસ્તી કરતી સહિયર સાથે ઘર ફળિયામાં,રહેતી જનેતા ના સોડમાં...દીકરી મારી લાડકવાયી રે..
કાલી ઘેલી વાતો કરતી, પા..પા..પગલી ભરતી દોડતી રહેતી ....દીકરી મારી લાડકવાયી રે..
લક્ષ્મીનો અવતાર ધારણ કરી,પિતાને ઘેર સરસ્વતી પધારી ..દીકરી મારી લાડકવાયી રે...
પા..પા..પગલી ભરતી..દીકરી મારી મોટી થઈ, પિતાની મહેંક બનતી.. દિકરી મારી લાડકવાયી રે..
પા.પા..પગલી છોડી માતા,પિતાની આંગળી છોડી,સાસરિયાની વાટ પકડી દીકરી મારી લાડકવાયી રે.
ધન્ય બન્યો હું એક પિતા બની,કન્યાદાન થી પુણ્ય કમાયો,અવતાર મારો અમર થયો ..દીકરી મારી લાડકવાયી રે..
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"