હૈ ભગવાન જો તમારી પથ્થરની મૂર્તિઓ મંદિરમાં પુજાય છે,
તમારું સ્વરૂપ મનાતાં બાળકના હાથે શા માટે બાળમજુરી કરાવાય છે...
હૈ ભગવાન તમારી મૂર્તિ સામે છપ્પનભોગ મંદિરમાં ધરાવાય છે,
બે ટાઈમના ભોજન માટે નાના બાળકો પાસે આખો દિવસ કામ કરાવાય છે...
હૈ ભગવાન તમારા મંદિરમાં તો લાખો રૂપિયાઓના દાન અપાય છે,
તમારા જ બાળકને જરૂરિયાતો પૂરી કરવા માટે દિવસ રાત મજૂરી કરાવાય છે...
હૈ ભગવાન આ કળિયુગના માણસની વિચારસરણી નથી સમજાતી ,
માતા પિતા પોતાના સ્વાર્થ માટે રમવાની ઉંમરે બાળક પાસે કામ કરાવાય છે...
હૈ ભગવાન તમારી મૂર્તિઓ પર દૂધની નદીઓ વહેવાય છે,
નાના બાળકો ભૂખ્યાં અને તરસ્યા હોય તો પણ કામ કરાવાય છે...
હૈ ભગવાન તારો જ બનાવેલો માનવી જુવોને કેટલો બદલાઈ ગયો છે,
સ્પર્ધાના ચક્કરમાં આવીનેનાના બાળકોનું બાળપણ પણ છીનવાય છે.....
-Bhargav Jagad