ભલે હોય રસ્તો શૂળ કાંટાળો
મહેંક ફૂલોની ફેલાવીશ હું
ભલે હોય જિંદગી તારી જલેબી
ચાસણી બની મીઠાશ ભેળવીશ હું
ભલે હોય પતઝડ તારાં રસ્તા
તારું ઉપવન મહેંકાવીશ હું
ભલે ન હોય સંબંધોનાં કોઈ નામ
આખરી શ્વાસ સુધી નિભાવીશ હું
ભલે હોય જીવનમાં મુસીબત
મુશ્કેલીઓને ગ્રહણ કરીશ હું
-ક્રિષ્વી