(અનુષ્ટુપ)
જાગો વરુણ દેવતા વરસાવો જલસુધા
વનનો સુર મોજીલો મોર કરે ઉપાસના
કેવા ઉલ્લાસથી ઉષા આનંદે દોડતી સંધ્યા
કેવી કોયલરાણીની તરજ છે ઉન્માદી આ
અતિથિ શૃંગ વ્યોમના વચ્ચે ચમકતી વીજ
નિષ્કામ ખેડૂતો કરે તનતોડ મહેનત
ગંધર્વો સંગ મેનકા વિહરે અવકાશમાં
આનંદપુંજ મેઘનો કેવો બન્યો ગગનમાં
ખેત ખલિહાનમાં ને ઉડે વિહંગ વ્યોમમાં
આસમાની હવે કેવો કુદરત કમાલી છે