🙏 *બહુ સુંદર કોઈ એ લખ્યું છે*🙏
*બાળપણ નુ મારૂ ફળિયુ ખોવાયુ*
અને
*રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ*
*નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી*
કેમકે
*રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ*
*નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ*
અને
*મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ*
*થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે*
જયારે
*કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ*
*બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે*
ત્યારે
*ગોળ ઘીનુ મારી મા-બેની નુ એ ચુરમુ ખોવાયુ*
*મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે*
કેમ કે
*સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ*
*નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળ નુ*
અને
*ત્યાં તો દફ્તર ની એ મારી પેનને પાટીયું ખોવાયુ*
*હજારો દોસ્તો છે ફેસબુક અને વોટસએપમાં*
પણ
*લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ.*
..........🪔