જ્યારે જ્યારે મળે તારી નજર,
ત્યારે ત્યારે મને થઇ જાય છે પ્રેમ
શું જાદુ છે તારી આ નજરનો,
જેમાં ભૂલી જાવ હું પૂરું જગત
ત્યારે મને થઈ જાય છે પ્રેમ
ભીડમાં પણ ખોવાઈ જઉં,
તો પણ શોધી લ્યે મને તારી નજર
ત્યારે મને થઈ જાય છે પ્રેમ
પ્રેમ છે આ પહેલી નજર નો,
જાદુ છે આ તારી નજર નો
જ્યારે પણ ઝૂકે તારી આ નજર
ત્યારે મને થઈ જાય છે પ્રેમ
જ્યારે મળે મારી નજર
ત્યારે મારા શિવાય ના આવે ત્યાં કોઈ નજર
ત્યારે મને થઈ જાય છે પ્રેમ
ડૂબી જાવ તારી નજરમાં,
પણ જ્યારે આંસુ બની આવુ હું નજર
ત્યારે મને થઈ જાય છે પ્રેમ
સમજુ છું એક એક પલકારો તારી નજર નો,
જ્યારે ફરે છે એ મારી ઉપર
ત્યારે મને થઈ જાય છે પ્રેમ
અંત માં,
પ્રાથના છે ખુદા થી મારી
બંધ થાય જ્યારે મારી આ નજર
બસ પડી જાય ફરી તારી એ નજર
જેને જોઈને મને થઈ જાય છે પ્રેમ......
યોગી