મારા પ્રેમને પરખવાનું ખતમ થઈ ગયું હોય તો ,
હવે મારા પ્રેમને થોડી સમજવાની કોશિશ કરજો...
મારા પ્રેમને તાજવેથી તોલાય ગયું હોય તો,
હવે મારા પ્રેમને દિલથી મહેસુસ કરી જોજો...
મારા પ્રેમના વિશ્વાસની પરીક્ષા લેવાય ગઈ હોય તો,
હવે મારા પ્રેમને પૂરાં મનથી સ્વીકાર કરી લેજો....
મારા પ્રેમને હાર જીતની હરિફાઇમાં રમાડી લીધા હોય તો,
હવે મારા પ્રેમની મૌન ભાષાને વાંચતાં શીખી જજો....
મારા પ્રેમની અન્ય સાથે સરખામણી થઈ ગયી હોય તો,
હવે મારા પ્રેમને સાબિત કેમ કરાય એ શીખવાદી દેજો...
મારા પ્રેમની પરખ તો તમે સારી રીતે કરી લીધી હોય તો,
હવે મારા પ્રેમમાં શું ભૂલ થઈ હતી એ બિન્દાસ કહી દેશો....
-Bhargav Jagad