નિરાશ ન થવું જોઈએ હાર કે જીત એ તો આ જીવનની રીત છે,
વિશ્વાસ ન ડગમગાવો જોઈએ હારમાં પણ કંઈક છુપાયેલું છે...
મેં તો દિલથી પ્રેમ કર્યો હતો એ શતરંજની રમત રમી ગઈ,
દિલની બાજી હારી ગયો છું પણ જીવનની બાજી તો બાકી છે...
સુખ દુઃખ ,ચડતી પડતી એ તો રથના પૈડાની જેમ ફર્યા કરે છે,
હારી પણ જવાય ને જીતી પણ જવાય એવી આ જિંદગી છે...
ઠોકર વાગશે તો જ મજબૂત બનાશે ને સમજણ આવશે,
મનથી ભાંગી ગયો છું હું પણ કોશિશ તો હજુ ચાલુ રાખી છે....
ભટકાઈ ગયો હતો થોડા સમય માટે એટલે બધું થંભી ગયું હતું,
હાર કોણે સ્વીકારી છે અહીં જિંદગીની જંગ તો હજું ચાલુ છે....
આ જીવનની સફર એક ખેલ છે તો હાર જીત તો ચાલ્યા કરશે,
હારીને પણ જીતી જવાય ને કયારેક જીતીને પણ હારી જવાય છે...
-Bhargav Jagad