સ્પર્શ કરું છું તારો..
ચા ના સ્વાદમાં
ધબકારાના નાદમાં
અંતરના અવાજમાં
મોસમની હલચલમા
પવનની લહેરમાં
રાત્રીના ખ્વાબમાં
જીંદગીની કિતાબમાં
મહેફિલની મિજાજમાં
સમય ની ક્ષણમાં
પુનમે ઉજાસમાં
અંધારે અમાસમાં
આંખની પલકમાં
રંગીન હર રંગમાં
હા સ્પર્શ કરું છું તારો...