Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મસ્કત થી 130 કિમી દૂર ડાયકાહ ,dayquah ડેમ આ રજાને દિવસે અર્ધો દિવસની પિકનિક માણી.
મસ્કતની બહાર નીકળી સુર જવાના રસ્તે લગભગ 55 કિમી પછી આ રસ્તો ફંટાય છે. મસ્કત અને નજીકનાં શહેરોને પાણી અહીથી જ પૂરું પાડવામાં આવે છે.
આ રસ્તો પણ પર્વતો વચ્ચેથી જતો, ઊંચો નીચો તીવ્ર ઢાળો વાળો છે. ત્યાં ડેમ પર સરસ બગીચો છે. તેમાં લીલી છમ લોન અને બેસવાની છત્રીઓ બાંકડા સાથે સારી છે.
પાણી છોડાય અને કંટ્રોલ થાય તે જગ્યાએ જતી પગદંડી આપના ખભા જેટલી જ પહોળી અને ઘણી ઊંચાઈએ, નીચે તરફ રેલીંગ વગર હતી. ડર લાગે. તો પણ મારા પુત્ર સાથે ત્યાં જઈ આવ્યો જ્યાં નીચે અનંત પગથિયાંઓ પાણીને પડવાનો માર્ગ હતો.
ડેમમાં તળાવ અને વચ્ચે ટેકરી છે તેના ફોટા જુઓ. એ ફોટો પોઇન્ટ પણ છે.
એક તિબેટી બૌદ્ધ સાધુ અહીં આવેલા અને આગળ આરબ દેશો ક્રોસ કરી તુર્કી તરફ જવાના હતા તેમની સાથે ફોટો પડાવ્યો. મણીપદ્મે હુમ્ નું મહત્વ કે હિન્યાન મહાયાન ફાંટા જેવી વાતો કરી. તેઓ ખુશ થયા. તેમને પણ હિન્દુ સંસ્કૃતિ માટે માન હતું.
ગાર્ડન માં બેસી નાસ્તો ખાવાની અને પૌત્ર સાથે ઉપર લાઈટ થાય તેવું થર્મોકોલ પ્લેન હવામાં ચક્કરો મરાવવાની મઝા આવી.
રસ્તો ખરેખર વિકટ છે. ખુબ હેરપિન curves છે. ભૂલા પડ્યા તો સાવ કાચે રસ્તે ચડાવે. મારા પુત્રને ખ્યાલ હતો તેથી અમુક સ્ટેજે ગૂગલ ને પડતો મૂકેલો.
https://photos.app.goo.gl/UWMZQP7AXjn7VePS9
ફોટાઓ ની લિંક.

Gujarati Blog by SUNIL ANJARIA : 111808622
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now