થયા હતાં જ્યાં "ઈશ" દર્શન, દૂર રહી સૌનું માન જાળવતી રહી
મળયો જ નહી જે જવાબ, એ જ સવાલમાં સદા રાચતી રહી
મળયું હતું મારું જ ખોવાયેલું તત્ત્વ, ત્યાંથી દૂર સ્વયંને કરતી રહી
હતું જ નહિ જે સ્મિત મારું, એ જ સર્વમાં ફેલાવતી રહી
હતાશા ને નિરાશા જ્યાં લખાયાં, સાંત્વના સૌને આપતી રહી
સૌના ચિંધ્યા માર્ગે ચાલી, સ્વયંને હું શોધતી રહી
આવી કલમ ક્યાંયથી હાથમાં, ને મૌન કાગળમાં ઢાળતી રહી
નિરાળો રહ્યો આ જીવન રંગમંચનો અભિનય
વર્ષોથી છુટેલા પ્રાણ સાથે, આ કેવા શ્વાસ લેતી રહી?!
-श्रद्धा