એક ભૂલ કરી બેઠો
માનવી બનાવી બેઠો
તેમાં ભૂલ કરી બેઠો
મગજ બનાવી બેઠો
કોઈ તર્ક કરી બેઠો
નાસ્તિક થઈ બેઠો
શ્રદ્ધામાં ડૂબી બેઠો
આસ્તિક થઈ બેઠો
ઘડનાર ને ઘડી બેઠો
મૂર્તિમાં બનાવી બેઠો
માનવતામાં ખોઈ બેઠો
હજારોમાં જોઈ બેઠો
એ જે કઈ બનાવી બેઠો
એ બરાબર બનાવી બેઠો
સુનીલ 'વડદલીયા'