પ્રેમનો એક રાગ
આલાપ્યો હતો ડાયરીમાં.
એ દર્દ દિલનો બની
છલક્યો હતો શાયરીમાં.
સ્વપ્નો સુંદર હીરદોરે
ટાંક્યાં હતાં ડાયરીમાં,
સોયની અણીએ ચોધાર
રડ્યાં હતાં શાયરીમાં.
લાગણીની છોળો ખૂબ
છોડી હતી ડાયરીમાં,
ને ભીંજાઈ ખૂદને પછી
સમેટી હતી શાયરીમાં.
ખુશીઓ અને નારાજી
વર્ણવી હતી ડાયરીમાં.
એક સ્મિતની આશા
દર્શાવી હતી શાયરીમાં
નજીક દૂર કોણ?
આલેખ્યાં હતાં ડાયરીમાં ?
ઊર્મિ' મળ્યાં એમને
માણ્યાં હતાં શાયરીમાં.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'