પંખીના ટહુકા,,,
પંખીના ટહુકા
સોનેરી પ્રભાત માં
પંખીના ટહુકા
કેવા મીઠા લાગે.
ઊંચેરા આભે
નીલગગનમાં
ગાતા પંખીના ટહુકા
મીઠી નીંદરમાં દ્વાર ઉઘાડે
ફૂલ ફૂલ પર
મધુકર ડોલે
પંખીના ટહુકા ને સંગ
જીવન રસ મધુ ઘોલે
પંખીના ટહુકા,
મીઠા મધુરા લાગે.
✍️...© drdhbhatt...