શુ કરવી હવે મારે મારા અતીતની વાતો,
બરબાદ કરી ગઈ એ બધી રીતની વાતો.
એકલતામાં ગુંજી રહ્યું છે હવે મારા દિલે,
લખવી છે મારે તે દર્દમય સંગીતની વાતો.
રોજ લખતો હું ગઝલ, સંભળાવતો તેને,
નથી એ હવે ક્યાં જઈ કરું ગીતની વાતો.
જીવન બરબાદ થયું છે એ મારુ પ્રણયમાં,
તમે પણ કેમ કરો છો દોસ્ત પ્રીતની વાતો.
ઔષધ જેવો લાગતો હતો મને તેનો સ્પર્શ,
હવે દાઝી રહ્યો છું, સ્વાર્થી મનમિતની વાતો.
મનોજ લાગણીઓમાં ન ભ્રમિત થાય હવે,
નહિ સાંભળે દિલની, સાંભળું ચિતની વાતો.
મનોજ સંતોકી માનસ