કહેવું તો ઘણું છે પણ કહી શકાતું નથી
દોસ્તીની યાદોને શબ્દોમાં પરોવી શકાતી નથી
દુઃખમાં સાથ આપે એવા પણ મિત્રો છે
ને ખુશીમાં નાચવા લાગે એવા મિત્રો છે
જ્યારે ગ્રુપ હોય શાંત ત્યારે એક જ મિનિટમાં હસાવી જાય એવા મિત્રો પણ છે
જ્યારે ભટકે કોઈ ખોટી રાહમાં તો સાચો માર્ગ બતાવનાર પણ મિત્રો છે
હંમેશા હસતા રહે તેવા મિત્રો પણ છે
મિત્રની માંને પોતાની માં સમજતા મિત્રો પણ છે
હિંમત હારી જાય જ્યારે કોઈ તો પ્રોત્સાહન આપનાર મિત્રો પણ છે
બીજાની સફળતામાં પોતાની જીત માનનાર મિત્રો પણ છે
લોહીથી નહિ પણ હદયથી જોડ્યા હોય તેવા છે મિત્રો
હરએક પળને યાદ કરતા આંસુ આવી જાય તેવા છે મિત્રો
એ "અમી" ના બુંદથી પુસ્તક બનાવી જાય એવા છે મિત્રો
~અમીષા માલવણીયા