સમય સાથે ચાલતા શીખવા જતાં હું ત્યાં પડી ગયો.
કોને કહું ? કોની સાથે ચાલુ? એ વેદનામાં ડૂબી ગયો.
સત્ય સાથે ચાલતાં હું જાણે અણગમતો બની ગયો.
અસત્ય સાથે ચાલીને જીવવા જતાં આત્મસન્માન ખોઈ બેઠો.
હું બદલાયો ,છતાં સમય સાથે ક્યારે ના ચાલી શક્યો.
લોકોની આંધળી દોટ સાથે હું ભૂલથી ચાલી ગયો .
સમય સાથે કદમ મિલાવી ચાલતાં આયખું પૂરું થવા આવ્યું.
આજે હું એકલો અધૂરો સમય સામે જોઈ રહ્યો.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા '
-Bhanuben Prajapati