તારા હોઠના પ્રથમ સ્પર્શ અનુભૂતિ હજુ છે,
ભલે વર્ષો થયા, છતાં પણ મને રુચિ હજુ છે.
મળ્યા હતા એકાંતમાં આપણે કુદરતના ખોળે,
એ સ્થળ હજુ પણ આપણા નામને ત્યાં બોલે,
રોમાન્સની ક્ષણોની મારી પાસે સૂચિ હજુ છે.
તારા સુંદર દેહ પર મારી આંગળી ફરતી હતી,
એ સ્પર્શને તું બંધ આંખે દિલમાં ભરતી હતી.
એ જ પૂર્ણ શ્રુગાલ ભરી તારી અનુમતિ હજુ છે.
તારા ઉભરેલા વક્ષ, સુડોળ હતી તારી કમર,
નાભિ એવી લાગતી જાણે, દરિયામાં ભમર.
તારા પ્રેમમાં "મનોજની" અચલ ગતિ હજુ છે.
મનોજ સંતોકી માનસ