A nice poem on Mother's Day
તું છે દરિયો અને હું છું હોડી!
મા, મને કેમ ખબર પડી મોડી?
આખું આકાશ એમાં ઓછું પડે
એવી કેવી વિરાટ તારી ઝોળી.
મા, મને કેમ ખબર પડી મોડી?
તડકાઓ પોતે તેં ઝીલી લીધા અને
છાંયડાઓ આપ્યા અપાર,
એકડો ઘૂંટાવીને પાટી પર દઈ દીધો ઈશ્વર હોવાનો આધાર.
અજવાળાં અમને
ઓવારી દીધાં
તેં કાળી ડિબાંગ રાત ઓઢી.
મા, મને કેમ ખબર પડી મોડી?
વારતાઓ કહીને
વાવેતર કીધાં અને લાગણીઓ સીંચી ઉછેર,
ખોળામાં પાથરી
હિમાલયની હૂંફ
અને હાલરડે સપનાંની સેર,
રાતભર જાગી જાગીને કરી
ઈશ્વર સાથે જીભાજોડી,
મા, મને કેમ ખબર પડી મોડી? Happy Mothers Day ...