Happy mother's day
દાદી તો છે મમતા નો પ્રેમભર્યો ખજાનો.
દાદી"માં "શબ્દ પડે ને ત્વરિત ઊભી થાય એ બોલે ખમ્મા "બેટા" એ દાદીનો પ્રેમ ખજાનો.
"માં" જેવા લાડ કોઈના લડાવે એવો દાદીમાનો પ્રેમ ખજાનો.
મીઠી-મધુરી યાદ હર હંમેશ અપાવતી દાદી એજ મમતાનો પ્રેમ ખજાનો.
જુદાઈની પળમાં દાદીની સામુ જોતા દિલ રડે લોહીના આંસુથી એ પંપાળતી એ દાદીનો પ્રેમ ખજાનો.
આકાશમાં જેમ અંધકારમાં સૂર્યરૂપી પ્રકાશથી તેજ ધારણ કરે આકાશ ,એમ દાદી શબ્દમાં ભર્યું મમતારૂપી તેજ પ્રકાશ એજ દાદી છે આપણી પ્રેમ ખજાનો.
સૌથી ન્યારો અને અપેક્ષા વિનાનો.પ્રેમ ભર્યો દાદી"માં"નો પ્રેમ ખજાનો
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"