શાંતિથી કામ થતું હોય તો હંમેશા ચુપ જ રહેવું જોઈએ,
મૌન રહેવું સારું છે બાકી ગર્જના તો હંમેશાં શોર જ કરે છે....
મૌન તો માત્ર આંખોથી થાય છે જયારે ગર્જના મોઢાથી થાય,
મૌન સંબંધને સુધારે છે બાકી ગર્જના તો સંબંધ બગાડે છે...
મૌન રહેવું એ પણ ઘણી વાર નુકશાનકારક સાબિત થઈ જાય,
મૌન બચાવે ને રડાવે છે બાકી ગર્જના તો હંમેશાં ડરાવે છે...
ઘણાંને મૌન રહેવું પસંદ નથી કંઈક કંઈ ગર્જના કર્યા કરતાં હોય,
ગમતી વ્યક્તિનું મૌન પરેશાન કરે બાકી એની ગર્જના જીવાડે છે...
હંમેશા બોલ બોલ કરતી વ્યક્તિ મૌન થઈ જાય તો કેવું લાગે?
મૌન ભલે ગમતું હોય બાકી અમુકની ગર્જના સાંભળવી ગમે છે...
મૌન અને ગર્જના તો એકબીજાના પૂરક ગણાય છે,
કાયમી મૌન ને કાયમી ગર્જના પણ કયારેક ગુસ્સો અપાવે છે.....
-Bhargav Jagad