દૂર ક્ષિતિજ પર જળ દેખી , મૃગ હુ દોટે ચડ્યુ ,
દોડી દોડી હું થાક્યુ છતા , હાથ મારે કંઇ ના ચડ્યુ ,
હું થાકી ગયુ , હુ હારી ગયુ , અંતે હું મરવા પડ્યુ ,
દશા આવી મારી જોઈ ઈશ્વરને દયા ચડી ,
પ્રકટ થયા જળાશય બની , તૃપ્ત કરવા આ મૃગને ,
પણ સાચા જળને મૃગજળ સમજી , હું ત્યાંજ પડ્યુ રહ્યુ ,
હું ત્યાં જ પડયુ રહ્યુ અને પડયુ પડયુ મૃત્યુ થયુ !
પાર્થિવ પટેલ ' અવનિશ '