Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીખવું જો હોય, નીકળો શૂન્યતાની સહેજ આગળ;
જીતવું જો હોય, નીકળો શૂન્યતાની સહેજ આગળ.

સહેજ પણ ચિંતા કરીને આમ કરમાયા વિના અહીં;
ખીલવું જો હોય, નીકળો શૂન્યતાની સહેજ આગળ.

જિંદગીમાં શું ગમે છે? શું ખરે ગમવા સમુ છે?
વીણવું જો હોય, નીકળો શૂન્યતાની સહેજ આગળ.

પુણ્યને પણ એક સારું કામ આખી પૃથ્વી પર;
ચીંધવું જો હોય, નીકળો શૂન્યતાની સહેજ આગળ.

આ સમયની જેમ કાયમ એક બે યુગો બનીને;
વિતવું જો હોય, નીકળો શૂન્યતાની સહેજ આગળ.

આ તમસ ઘનઘોરને બસ સહેજ પોતાના જ તેજે;
ચિરવું જો હોય, નીકળો શૂન્યતાની સહેજ આગળ.

એ પરમના તેજને બસ એક કેવળ આયનો થઈ;
ઝીલવું જો હોય, નીકળો શૂન્યતાની સહેજ આગળ.

#ડૉ_મુકેશ_જોષી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111801649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now