બદલાઈ બહુ ગયો છું, તમના મળ્યા પછી
મારો મટી ગયો છુ હુ, તમને મળ્યા પછી
મારું હતુ શું નામ, કોઈ તો કહો મને
એ પણ ભુલી ગયો હું, તમને મળ્યા પછી
શાણા થવાનો સ્વાદ, કદી મળ્યા નહીં
પાગલ બની ગયો છું, તમને મળ્યા પછી
પથ્થર હતો તેથી જ તો નીંદા થતી હતી
ઇશ્વર બની ગયો છું, તમને મળ્યા પછી