મને મારા પુસ્તકોથી જ પ્રિત છે,
મેં તો મારા પુસ્તકોમાં જ દુનિયા જોઈ છે...
મને મારા પુસ્તકોથી જ મિત્રતા છે,
મને તો મારા પુસ્તકો પરથી પ્રેમ મળ્યો છે...
મને પુસ્તકોની દુનિયાનો જ લગાવ છે,
મેં તો મારા પુસ્તકોમાં જ ખોવાયેલા રહેવું ગમે છે....
મને લાઈબ્રેરીના બધાં જ પુસ્તકોથી ગહેરો નાતો છે,
મેં તો મારા પુસ્તકોમાં જ ખુશીનો ખજાનો શોધી લીધો છે...
મને તો પુસ્તકોથી જ આ જિંદગી છે,
મેં તો મારા પુસ્તકોની યાદમાં વિહરવુ ગમે છે....
જો એક કપ કોફી, એક પુસ્તક મને મળે એકાંતમાં ,
તો પછી મને તો રાત દિવસ ને આજુબાજુનું ભાન ન રહે...
-Bhargav Jagad