મારા હાથમાં તારો હાથ હોય એવું એક સપનું જોયું હતું,
પડછાયાની જેમ તારો સાથ આમ અચાનક હાથમાંથી સરકી ગયું...
મેં તો તારી સાથે આખી જિંદગી વિતાવવાનું વિચાર્યું હતું,
બધાંજ સપનાં સાચા નહીં થાય એમ આ સપનું ખોવાઈ ગયું...
મારા જીવનમાં તારો સાથ હોય એવું એવું સપનું સજાવ્યુ હતું,
આ તો એક સપનાની વાત હતી, મારું સપનું અધૂરું રહી ગયું...
જયારથી તું જતી રહી ત્યારથી બધાં સપનાં મારા તૂટી ગયાં,
તારી સાથે વિતાવેલી બધી જ યાદો એક સપનું બનીને રહી ગયું...
જિંદગી તો દરરોજ નિતનવા સપનાં દેખાડે છે બધાંને,
બધાં આગળ વધી ગયાંને મારું સપનું તો એકલું રહી ગયું....
બધાના સપના તો લાગણીના વરસાદમાં જ ભીના થઈ ગયા,
જિંદગી બેરંગ બની ગયી ને મારું સપનું તો કોરું રહી ગયું....
-Bhargav Jagad