Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન એનામાં એવું તો વણાઈ ગયું;
કે ના કહ્યું કંઈ તોય સમજાઈ ગયું;

નજરથી નજર અમારી મળી પછી,
દિલ કોણ જાણે ક્યાં ખોવાઇ ગયું?

પ્રણયની કદાચ આ જ શરૂઆત હશે,
એ વાતથી દિલ મારું હરખાઈ ગયું;

પરબીડીયામાં મળ્યો કોરો કાગળ,
કોરા કાગળેય એનું મન વંચાઈ ગયું;

લાગી પ્રેમ અગન બંને તરફ "વ્યોમ"
બસ એજ વિચારે મન મલકાઈ ગયું;


...©વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111799392
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now