જશુભાઇ એ એમના દસ વર્ષના પૌત્ર શિવને બે લાફા ચોડી દીધા.તે રડતો રડતો ઘરમાં ગયો.તેને મમ્મી પાસે જઈને તરતજ કહ્યું,"મમ્મી હું દાદા ખાય એ મસાલો ચાખતો હતો તો દાદા એ મને માર્યો."
હા તો મારેજ ને એ કંઈ ખાવાની વસ્તુ છે.એ ના ખવાય બીમાર પડી જવાય.
પણ દાદા તો રોજ કેટલી બધી વાર ખાય છે.એ કઈ થોડા બીમાર પડ્યા.દાદા ને ખવાય તો માટે પણ ખવાય. શિવે જવાબ આપ્યો.
શિવ તું નાનો છે દાદા કરે એમ ના કરાય.
તો હું મોટો થઈ ને ખાઈશ કહેતા શિવ બહાર દોડી ગયો.અને
શિવ ની વાત સાંભળતા જ જશુભાઈના હાથ મોઢામાં તમાકુ ભરતા અટકી ગયો ...