જેધંગી જી સફર જી કી ખબર નાય,
અજ મેલ્યા કાલ જી કી ખબર નાય.
સચાઈ તે હલબો ત લૅખ મુલકેલ આય,
પણ ઇ જેધંગી કઢે વેચ ગુલાબ જેડી આય.
કુટુંબ ભેગાં ભેગું રોણુ ભલે સૅલો નાય,
કુટુંબનુ છેટો રોણુ પણ એતરો સૅલો નાય.
નર ચે મનખ અવતાર કી મિલ્કત નાય,
અચી પૂછધા ઘર હી ખાલી કેણુ નાય.
ચાર દિ ચેત દઈ પાકે હી મેલનુ આય,
વેને પુઠયા ત પાકે પણ કી ખબર નાય.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા