*આજે નવદુર્ગા પૂજન* લેખ.. ૧૦-૪-૨૦૨૨ રવિવાર
આજે નવદુર્ગા પૂજન ગોરના કુવે છે..
માઈ ભક્ત રમેશભાઈ અને એમનાં પરિવાર થકી આ સુંદર આયોજન કરવામાં આવે છે...
ચૈત્રી નવરાત્રી દરમ્યાન નોમના દિવસે એટલે રામનવમી અને નવમા નોરતે નાની કુમારિકા નું અહીં પૂજન કરવામાં આવે છે અને ભેટ સોગાદ આપવામાં આવે છે જેને બાલિકા પૂજન કહેવામાં આવે છે...
આવો ઉત્સવ દર વર્ષે ચૈત્ર નવરાત્રી નાં નવમાં નોરતે યોજવામાં આવે છે...
ગોરના કુવાનાં સેવક મંડળ અને કાર્યકર્તાઓ હોંશભેર ભાગ લે છે અને આવાં સુંદર પ્રોગ્રામ ને સુંદર રીતે પાર પાડવા માટે સાથ સહકાર આપે છે..
બાલિકા પૂજન ઘણા લોકો ઘરમાં સાત કે નવ બાલિકા ને બોલાવી કરતાં હોય છે...
પણ ગોરના કુવે તો અધધધ સંખ્યામાં બાલિક પૂજન કરવામાં આવે છે અને એ માટે તાડમાર તૈયારી ઘણાં સમયથી જોરશોરથી શરૂ થઈ જાય છે...
ગોરના કુવે હાજરાહજુર ચેહર માતા નાં સાનિધ્યમાં પ્રતિવર્ષ નવદુર્ગા પૂજન થાય છે..
આવું સુંદર આયોજન કરનાર માઈ ભક્ત રમેશભાઈ તથા નીતા ભટ્ટ અને દરેક સેવકોને સલામ કરું છું....
*જય ચેહર મા*
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️