અંતરમનમાં વિચારોના ઘોડાપૂર હંમેશાં ચાલ્યા કરે,
સારું શું છે ને ખરાબ શું એના વિચારોમાં મૂંઝાયા કરે....
સાફ હોય આપણું અંતરમન ત્યારે ચિંતા નહીં કરવાની ,
ભૂલો શોધવાવાળા તો નાની વાતમાં પણ બોલ્યા કરે.....
વચન કે બંધનની નહીં જરૂર પડે જયારે અંતરમન સાચું હોય તો,
કર્મનું ફળ ને નસીબમાં લખેલું હોય એતો ભગવાન જ આપ્યા કરે....
છબી એવી સ્થાપિત થઈ ગઈ કે મનમાં હવે નહીં ભૂંસાઈ,
આ મારું દિલ તો પ્રભુ તમારા ચરણકમળમાં જ નમ્યા કરે...
મતલબી દુનિયામાં એક તું જ સહારો છે આ જીવન સફરમાં,
મનની વ્યથા બધાંને નહીં સમજાય એકલાં જ ખમ્યા કરે....
આપણા અંતરમનના દ્વારને હરહંમેશને માટે ખૂલ્લા રાખજો,
કામ એવું કરજો કે જીવનમાં સૌ કોઈને આપણે જ ગમ્યા કરે...
-Bhargav Jagad