ઊંડા વિચારોમાં ખોવાયેલા જોયેલ છે,
ઘણા દુઃખોથી ભરેલાં જોયેલ છે,
કઈ ના બોલી શકે એમ પીડાતાં જોયેલ છે,
અવાજ મળે સામે તો હસીને જવાબ આપતાં જોયેલ છે,
પોતાનાં દુઃખોને ભૂલીને બીજાને સુખ આપતાં જોયેલ છે,
ના ના કરતાં કરતાં કાર્ય કરતાં જોયેલ છે,
મેં ઘરનાં સુંદર એક પ્રિય પિતાને જોયેલ છે...
મનોજ નાવડીયા