પત્ની
પ્રાણનાથ કેટલી વાર લાગશે તમને ઘરે આવવામાં ???
પતિ
વધારે નહીં પણ પાંચ દશ મિનિટ થઈ જશે
પત્ની
કંઈ વાંધો નથી
હું તમારા માટે ગરમા ગરમ ભજીયા બનાવું છું
પતિ
સરસ ભજીયા બનાવો તમે
પત્ની
ક્યાં રહી ગયા તમે ???
દશ મિનિટમાં આવું છું એનો અડધો કલાક થઈ ગયો
પતિ
હું ઘરે આવી ગયો છું
પત્ની
કોને મળવા ગયા હતા તમે ??? 😠😠😠😠
સાચે સાચું બોલો તમે નહીં તો હું અત્યારે જ મારા
પિયરમાં જાઉં છું 😠😠
પતિ
કાલે આપણા લગ્નના એક વર્ષ પુરા થઈ જશે
એટલે હું તારા માટે રિંગ લેવા ગયો હતો
પત્ની
તો પહેલા બોલવું હતું ને તમારે 🤭☺️😀😀😀
પતિ
તમે મને બોલવાનો મોકો જ કંઈ આપ્યો છે 😂😂😂
પત્ની
હવે માફ કરો તમે મને ફરીથી આવું નહીં થાય 🙏
પતિ
કંઈ વાંધો નથી
હવે ભજીયા ગરમ કરો તમે મને ભુખ લાગી છે 😂😂
પત્ની
હાં અત્યારે જ કરૂં છું ભજીયા ગરમ ❤️❤️☺️
નરેન્દ્ર પરમાર " તન્હા "