આપણા જીવનમાં હંમેશા બધું જ અણધાર્યું થાય છે,
કઈ પરિસ્થિતમાં કેમ વર્તવું એ આપણા પર હોય છે નિર્ભર....
જીવનમાં તારો સાથ મળવો એ પણ છે ઈશ્વરની કૃપા,
આજીવન સાથ બની રહે એ પરસ્પરના વ્યવહારને છે આધીન...
જીવનમાં અણધાર્યું જ કોઈ સ્વપ્ન સાકાર થઈ જાય છે,
જે સ્વપ્ન સાકાર થયું એ આપણી મહેનત પર હોય છે નિર્ભર.....
જીવનમાં કયારેક અણધાર્યો વળાંક પણ આવવો જરૂરી છે,
બધી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવુ એ સમજશક્તિ ને આધીન...
કયારેક અણધારી વાતોમાં પણ જીવનભર ની ખુશીઓ મળી જાય,
શું યાદ રાખવું ને શું ભૂલી જવું એ તો આપણા સ્વભાવ પર હોય નિર્ભર...
જીવનમાં આપણને અણધાર્યા ઘણા મળે છે વ્યક્તિઓ,
કોણ સાચું મિત્ર કે કોણ પળભરનો સાથી એ બન્નેના વ્યવહારને છે આધીન ....
-Bhargav Jagad