આશા અમને રોજ બનાવે એપ્રિલ ફૂલ,
કંઈક અધૂરી ઈચ્છાઓની ડાંડી ડૂલ.
ખાંડ વિનાની ચા જેવું જો જીવન વહે,
જીભ સળવળે સ્વાદ બનાવે એપ્રિલ ફૂલ.
ભીની આંખે સચવાયા છે સપના કોરા,
આંસુ જોઈ ચાતક બન્યું એપ્રિલ ફૂલ.
સુખના કોઈ રંગ નહીં છો "પાગલ" મળે
રંગ ઉડાડી જાતને કહીએ એપ્રિલ ફૂલ.
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*