લાવી શકે કોઈના મોં પર મીઠું સ્મિત,
એ કવિ હોય છે !
હૃદયનાં કોઈક ખૂણામાં પડેલું દર્દ બહાર લાવી શકે,
એ કવિ હોય છે !
એ દર્દના ઝખમ પર મલમનું કામ કરે,
એ કવિ હોય છે !
વાંચતા જ ખોવાઈ જાવ કોઈના વિચારમાં,
એ કવિ હોય છે !
પ્રકૃતિના વર્ણનને સીધું હૃદયમાં ઉતારનાર,
એ કવિ હોય છે !
શબ્દોને રચનાઓમાં કંડારનાર,
એ કવિ હોય છે !
શબ્દો થકી વાકયો, વાકયો થકી કૃતિ રચનાર
એ કવિ હોય છે!
આ વાંચતા જ તમે ખુદથી ખુદમાં ખોવાઈ જાવ 'પાગલ'
એ કવિ હોય છે !
*- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*