મે આ દુનિયા ની ભીડ માં તમને ખોવાતા જોયા....
તમે ક્યારેક તો મલસો મને એ આશા એ ના જાણે કેટલા સપના મારા ભૂલ્યા ....
ક્યારેક તો તમને મારી કદર થશે ....
ક્યારેક તો તમે મને વહાલ કરસો...
ક્યારેક તો મને શાબાશી આપશો...
એ આશા એ ના જાણે કેટલી રાતો જાગી....
પણ....તમે ક્યારેય ના આવ્યા ....
આજે નહિ તો કાલે ક્યારેક ...ક્યારેક...
તમારો એ પ્રેમ જે મારો છે... એ મને મળશે...
એ આશા એ ના જાણે કેટલીય વાતો ભૂલી...
પણ તમે દરેક વખતે મારી આશાઓ ને તોડી....
જ્યાં સુધી એ એહસાસ થયો કે એ હૂંફ મને ક્યારેય નઈ મળે ...
ત્યાં સુધી બવ વાર થઈ ગઈ પાપા....
હંમેશા ફર્સ્ટ આવનો પ્રયત્ન કર્યો...
કે તમે મને મળી જસો...પણ...
હું ખોટી હતી પાપા...
અને એ દરેક વખતે મને તમે ખોટી પાડી...
ખબર નઈ ક્યારે હું તમારા થી એટલી દૂર થઈ ગઈ...
મને જ ના ખબર પડી....
તમે મારી દરેક આશા ને એવી રીતે તોડી કે ...
એ તૂટતાં તૂટતાં મરી જ ગઈ.....
ખબર નઈ કેમ પણ ...હવે ચાહી ને પણ તમારી યાદ નઈ આવતી....
ક્યારેક એ વાતે પણ રડવું આવી જાય છે...
કેમ તમે એટલા દૂર થઈ ગયા...
તમે સાથે હોવા છતાં સાથે નથી.....
-Jini