Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉વિશ્વ કવિતા દિન વિશેષ👈
🌷🌹🌷🌹🌷🌹🌷

" કવિતા બારાક્ષરી "
* * * * * * * * * *

ક રશો ના કદી ક્યારેય કજિયો કે કંકાસ.
ખ રો તો છે એકબીજાની વચ્ચેનો વિશ્વાસ.
ગ મી જાય સૌને એવું કરીએ આપણે કામ;
ઘ ર ગલી ને ગામમાં રહીએ હળીમળી તમામ.
ચ ડતી પડતી મુશ્કેલી મુસીબત તો આવતી રહેવાની;
છ લકાઈ ના જાય આંસુ આંખો બંધ રહેવા દેવાની.
જ માનો તો લાગશે બુરો અને સારો પણ;
ઝ ઘડો ના કરાય ભલે હોય ઝઘડાની ક્ષણ.
ટ પારીએ આપણી જાતને આપણે આપણાં હાથે;
ઠ ઠારો ના રાખીએ અહમનો કે ના રહે કોઈ સંગાથે.
ડ ર ના રાખીએ કોઈનો ના રાખીએ શરમ;
ઢ ળતી સંઘ્યાને જોતાં લાગે પરમેશ્વર પરમ.
ણ' પ લઈએ નિયમ લઈએ ટેક રાખીએ જીવનમાં;
ન કારાત્મકતાને છોડી દઈએ વિચાર વાણી વર્તનમાં.
ત ત્પશ્ચાત લાગશે આપણને જીવન ઘણું સરસ;
થ પાટ મારે ભલે કુદરત પણ માનો ના જીવન કદી
નીરસ.
દ ર્દ - દુઃખ તો થયા કરશે માટીની છે કાયા માટે;
ધ ન દોલત કે કોઈના માટે કશું ના કરીએ શિરસાટે.
ન પાક ઈરાદા છોડી દઈએ આશા ઉગાડીએ
ઉરમાં;
પ છી જુઓ રંગ કેવો આવશે ચહેરાના નુરમાં.
ફ ક્ત નશીબ કરશે કામ એવો ના વિશ્વાસ રાખવો;
બ ળ કે કળ વડે કરીએ કામ કદી નિઃસાસો ના
નાખવો.
ભ રમમાં ના રહેવું કે આ દુનિયા છે રંગ રંગીલી;
મ મતા બતાવે માયા બતાવી દુનિયા છે છેલ
છબીલી.
ય મ - નિયમને અનુરૂપ થઈ દિનચર્યા સૌ પાળવી;
ર ખે રોગચાળો ઘર કરે એ પહેલા બીમારી રગ
મૂળથી ઉખાળવી.
લ ત ના લાગે કોઈ વ્યસનની ચીવટ બહુ રાખવી;
શ રમને નેવે મૂકી માન - મર્યાદા ના તુટે જોજો.
સ મદૃષ્ટિ સૌ જીવોમાં રાખી ભગવાન રૂપે જોજો.
ષ ટકોણ માફક આકૃતિઓ દેખાવા માંડે જ્યારે;
હ કીકતમાં સપનાઓ જુએ છે " Bન્દાસ " બધા
ત્યારે.
ળ'નથી ટપકે નેવાથી ટપકે ટપકે વાદળની ધાર;
ક્ષ માવિરસ્ય ભૂષણમ્ મુકજો અમલમાં વિચાર.
જ્ઞ' ય - હોમ હવન જેવું " Bન્દાસ " સૌનું જીવન હો
એવું.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી

👉વિશ્વ કવિતા દિન નિમિતે સૌને સાદર સમર્પિત🙏

Gujarati Poem by Rakesh Solanki : 111793660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now