જિંદગી ના હર રૂપ રંગ માં મારી સાથે છે
કવિતા.
વલોવાતી જિંદગી માં માખણ બની જન્મે છે
કવિતા!
સુખમાં કે દુઃખમાં હાસ્ય પીરસતી
મારી કવિતા.
કૈંક ચોમાસાં ,વાવાઝોડા ને ધરતીકંપ આવ્યા અડીખમ મારી
કવિતા.
મને મઠારે છે મારી કવિતા અનિલ, પણ
સાહિત્યની પૂજા , ભક્તિ સંગ પ્રભુ દર્શન એટલે
મારી કવિતા
અનિલ ભટ્ટ