Gujarati Quote in Microfiction by Payal Chavda Palodara

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રત્યુત્તર

ચાર દિવસ પહેલા નોકરી કરતી પોતાની પુત્રવધૂ દેવયાનીને તેના સાસુ કમલાબહેને કામ બાબતે બે-ચાર મેણાં ટોણાં માળેલા. એ વખતે દેવયાનીને બહુ જ મનદુખ થયેલું, પરંતુ ઘરમાં કંકાસ ન થાય એ માટે તેણે કંઇ ન બોલવું જ યોગ્ય ગણેલું.

થોડા દિવસ પછી તેની નણંદ અમીતા સગર્ભાવસ્થા હોવાથી કમલાબહેન તેની ઘરે અહી આરામ કરવા લાવ્યા હતા. સાંજે તેમના જમાઇ આવ્યા ને મજાકમાં કહ્યું,‘‘ અમીતાને ઘરે મોકલી દો. અહી તો આરામ જ કરે છે ત્યાં કામ કરશે તો સારું રહેશે.’’ તેના જવાબમાં કમલાબહેને કહ્યું, ‘‘ના ના, મારી દીકરી સાસરે બહુ જ કામ કરે છે અહી તો આરામ કરવા દો.’’ તેના જવાબમાં જમાઇએ કહ્યું,‘‘ મમ્મી, સાસરીમાં તો એ પોતાના કપડા પણ જાતે નથી ધોતી, ખાલી વાસણ અને કપડા કરે છે. બાકીનું કામ તો મારી બહેન અને ભાભી કરે છે.’’

આ સાંભળીને કમલાબહેન વિચારમાં પડી ગયા કે, મારી વહુ નોકરી કરીને આવીને પણ ઘરનું ૮૦% કામ કરે છે અને મારી દીકરી તો નોકરી પણ નથી કરતી તો પણ તે કામ નથી કરતી.’’ કમલાબહેનને ઘણો પસ્તાવો થયો પણ દેવયાનીની નજરમાંથી તેઓ ઉતરી જ ગયા હતા. કમલાબહેનને આ કુદરતનો પ્રત્યુત્તર હતો. .......................

- પાયલ ચાવડા પાલોદરા

Gujarati Microfiction by Payal Chavda Palodara : 111793578
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now